Monday, April 27, 2026

✨જીવન સંગીનીની વિદાય✨

✨જીવન સંગીનીની વિદાય✨

પત્ની છે તો દુનિયામાં બધું જ છે. આજે તમે જે રાજાની જેમ અને દુનિયામાં મસ્તક ઊંચું રાખીને જીવો છો ને તે તમારી પત્નીને આભારી છે. તમારી સગવડ અગવડ તમારો વગર કારણનો ગુસ્સો સંભાળે છે. તમારા સુખે સુખી અને તમારા દુખે દુઃખી થાય છે.

તમે રવિવારે મોડે સુધી પથારીમાં પડી રહેલા હોવ પણ તેનો તો કોઈ રવિવાર કે તહેવાર હોતો જ નથી. ચા લાવ ને પાણી લાવ ને જમવાનું લાવ. આ તો આવું છે અને પેલું તો તેવું છે. તારામાં અક્કલ ક્યારે આવશે આવો ખોટો ખોટો વટ મારો છો.

એનામાં અક્કલ છે અને એ છે તો જ તમે ટકેલા છો. નહીં તો દુનિયામાં તમારો કોઈ ભાવ પણ નહીં પૂછશે. જરા આ સ્થિતિની કલ્પના કરી જુવો, એક દિવસ પત્ની અચાનક રાતના સમયે મૃત્યુ પામે છે. ઘરમાં રોકકળ થાય છે. પત્નીના અંતિમ દર્શન ચાલી રહ્યા હતા. તે સમયે એનો આત્મા જતાં જતાં તે પોતાના પતિને જે કાંઈ કહે છે તેનું આ વર્ણન છે.

*ચાલો હું જાઉં છું* હવે ફરી કદીયે મળાશે નહીં. લખેલા લેખ વિધિએ ટાળ્યા તો ટળાશે નહીં. ચોરીના ચાર ફેરા જે દિ આપણે સાથે ફરેલા, જીવીશું ને મરીશું સંગ એવા કૉલ દીધેલા. અચાનક જાવું પડશે એકલા મુજને ખબર નહીં.

> 🪀JOIN: https://chat.whatsapp.com/FNhFebVFayHDYWMXzmlbGY

મૂકીને દેહ મારો આંગણામાં હવે હું જાઉં છું. ઘણું દુઃખ થાય છે મને પણ હું થઈ મજબૂર હવે હું જાઉં છું. નથી મન માનતુ જતાં, છતાં મારું કંઈ ચાલશે નહીં. અતિ કલ્પાંત કરે છે, જુઓને દીકરો ને વહુ. નથી જોયું જવાતુ છતાં ના દઈ શકતી દિલાસો હું. #આવકાર

દીકરાનો દીકરો રડે છે અને બા બા કહે છે, એને તો શાંત પાડો જરાયે ધ્યાન નથી રાખતા. હા અને તમે મજબૂત રહેજો ઢીલા ન પડશો જરાય. જુઓ હમણાં જ સાસરેથી દીકરી આવશે જ્યારે જોઈને દેહ મારો ભારે રુદન કરશે ત્યારે સંભાળી એને શાંત પાડજો અને જરાયે તમે પણ રોતા નહીં.

> 🪀JOIN: https://whatsapp.com/channel/0029Vb7K0LDDOQIXMQrONe0k

જેનું નામ તેનો નાશ નિયતિએ નક્કી કર્યું છે. જગતમાં જે કોઈ આવ્યું છે, તે અહીંથી સિધાવ્યું છે. ધીરે ધીરે ભૂલી જજો, મને બહું યાદ કરતા નહીં અને ફરી આ જીવનમાં ઓતપ્રોત થઈ રહેજો. હવે મારા વિના જ જિંદગી જીવવાની છે એની આદત ઝડપથી પાડી દેજો.

નથી મારું કહ્યું માન્યું તમે કદી યે આ જીવનમાં, છોડી સ્વભાવ જિદ્દી તમે હવે નમ્ર બનો વર્તનમાં. મૂકીને એકલા જાતાં મને ચિંતા થતી ઘણી પણ શું કરું મજબૂર છું. તમોને બીપી ને હદયની મોટી છે બિમારી. ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીં તો તકલીફ થશે ભારી.

સવારે ઊઠીને જો જો દવા લેવાનું ભૂલતા નહીં. ચા મોડી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહીં. હવે હું નથી એ સમજીને જીવજો. કરે દીકરો ને વહુ છણકો તો જો જો બોલતા ના કાંઈ. ચૂપચાપ બધું સાંભળી લેજો, જરાયે ગુસ્સો કરતાં નહીં. સદા હસતા તમે રહેજો જરાયે ઉદાસ થાશો નહીં. #આવકાર

દીકરાના દીકરાને લઈને તેની સંગાથે રમજો. તમારા મીત્રોની સાથે બેસીને સંગતમાં સમય વ્યતીત કરજો. હવે થોડા ધાર્મિક બનીને જીવજો જેથી જીવનમાં સંયમ પાડી શકાય. આવું હું યાદ બહું તો ચૂપચાપ રડી લેજો પણ મનથી જરાયે ઢીલા પડશો નહીં.

મારો રૂમાલ ક્યાં છે, મારી ચાવી ક્યાં છે, એવી બૂમ હવે પાડતા નહીં. બધું જ વ્યવસ્થિત મૂકવાની અને યાદ રાખવાની ટેવ પાડજો. સવાર ને સાંજે તમે નિયમિત જમીને દવા લેજો. અગર વહુ ભૂલી જાય તો સામેથી યાદ કરી દેજો. જમવાનું જે મળે, જેવું મળે તે પ્રેમથી જમી લેજો, ગુસ્સો કરતા નહીં.

વર્તાશે ગેરહાજરી મારી પળેપળે છતાંયે મૂંઝાશો નહીં. ઘડપણમાં લેવાની લાકડી જોજો ભૂલતા નહીં. ધીરે ધીરે ડગ માંડવાનું જોજો ચૂકતા નહીં. પડશો પથારીમાં તો સેવા કોઈને ગમશે નહીં. સાંજે સૂતા પહેલા પાણીનો લોટો માગી લેજો. તરસ જો લાગે ત્યારે તમે પાણી પી લેજો.

રાત્રે ઉઠવું પડે તો જોજો અંધારે અથડાતા નહીં. પરણ્યા પછી સાથે ઘણું આપણે પ્રેમથી રહ્યા. બનાવી લીલી વાડી જે તેમાં ફૂલડા ખીલી રહ્યા. એ ફૂલડાની ફોરમ હવે મુજથી લેવાશે નહીં કે દૂરથી પણ જોવાશે નહિ. ઊઠો હવે સવાર થઈ એવું કોઈ કહેશે નહીં. જાતે ઊઠી જજો કોઈની રાહ જોશો નહીં.

અને હા, એક વાત તમારાથી છુપાવી છે, મને માફ કરશો. તમારી જાણ વિના બાજુની પોસ્ટઓફીસમાં બચત ખાતુ ખોલાવેલ તેમાં ૧૪ લાખ જમા છે. મારી દાદીની શીખામણ હતી કે દીકરી એક એક પાઈ ભેગી કરી ઓશીકાના ખૂણે રાખતી જાજે. તેમાંથી પાંચ પાંચ લાખ દીકરી અને વહુને આપજો. ચાર લાખ તમારા ખાતામાં નાખજો અને હા તમે વાપરજો. છોરાના છોરાને ભાગ લઈ દેજો.

પ્રભુ ભક્તિ પૂજા કરવાનું ચૂકતા નહીં. હવે ફરી કદીયે મળાશે નહીં. કંઈ ભૂલ થઈ હોય મારાથી તો માફ કરશો. લખેલા લેખ વિધિએ ટાળ્યા તો ટળાશે નહીં. *ચાલો હું જાઉં છું.*😭😭

જો તમારું દિલ હલે તો જ બીજાને મોકલજો. વાંચીને આંખમાં આંસુ જરૂર આવશે પણ આ જીવનની કડવી હકિકત છે. તેથી આજ થી જ જેટલું પણ જીવન બાકી છે તેમાં પત્નીનું સન્માન કરો. તેની સાથે પ્રેમથી જીવો, આનંદથી જીવો, મોજથી જીવો. છોડો તમારો અહમ અને પૈસાનો મોહ. 

એ છે તો બધું જ છે અને એ નથી તો બધું જ હોવા છતાં પણ કઈ જ નથી એ વાત સમજી ને આજે જ મનમાં ઉતારી લેજો. એના વિના આ સમાજમાં તમારી એકલાની કોઈ વેલ્યુ રહેશે નહિ એ સમજી જ લેજો આજે.! 

તેથી જીવતા જી જ એની કિંમત સમજો અને જીવો નહિ તો કાલે ખુબ પસ્તાવો થશે. એના વિનાનું જીવન તમારું મોતથી પણ બદતર બની જશે. તેથી આજ થી જ એની સાથે પ્રેમથી જીવન માણો. 🙏હરે કૃષ્ણ 🌸🌸

No comments:

Post a Comment