આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હશો કે... *"બારેય મેઘ... ખાંગા થયા"...!* પણ કોઈને ખબર નથી... *"બાર મેઘ"* શું છે.?
*ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે.....*
૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી
*૧. ફરફર:*
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ.
*૨. છાંટા :*
ફરફર થી થોડો વધારે વરસાદ.
*૩. ફોરા :*
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ.
*૪. કરા :*
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ.
*૫. પછેડીવા :*
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ.
*૬. નેવાધાર :*
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ.
*૭. મોલમેહ :*
મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ.
*૮. અનરાધાર :*
એક છાંટાને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ.
*૯. મુશળધાર :*
અનરાધારથી વધુ હોય એવો વરસાદ
મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
*૧૦. ઢેફાં :*
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ
*૧૧. પાણ મેહ :*
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ
*૧૨. હેલી :*
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.
ચોમાસુ ચાલે છે, એટલે યાદ રાખવું જરૂરી..
No comments:
Post a Comment