આજ શ્રીહનુમાનજી મહારાજ ના ગુણગાન ગાઈએ 🙏🙏એક શબ્દ માં જણાવો કે જાણો..
1..હનુમાનજી જન્મ કયાં થયો હતો?
2..હનુમાનજી ના માતા પર્વ જન્મ કોણ હતાં?
3..હનુમાનજીની માતા વાનર ને કોના શ્રાપ થી વાનર સ્વરુપે કેમ જન્મ્યા?
4...અંજની માતા ને કોણે વરદાન આપ્યુ કે ધારે તે સ્વરૂપ લઈ શકશે?
5..હનુમાનજી વાયુ પુત્ર કેમ કહેવાયા?
6.સુવન એટલે શું?
7..હનુમાનજી કોના કોના પુત્ર કહેવાય છે?
8...ત્રિલોક માં અંધકાર કેમ થયેલ?
9..હનુમાનજી કોના બાંધવ કહેવાય છે?
10...હનુમાનજીને બ્રહ્માજી એ શું વરદાન આપેલ?
11..હનુમાનજીએ લગ્ન કેમ કર્યા?..
12..હનુમાનજી એ કોની સાથે લગ્ન કર્યા? પત્ની નું નામ શુ હતુ?
13..લગ્ન કર્યા છતાં બાદ બ્રહ્મચારી કેમ કહેવાયા?
14..હાલ હનુમાનજી મહારાજ અને તેમના પત્ની નું મંદિર કયાં આવેલ છે?
15..હનુમાનજી ફળ સમજી કોને ગળી ગયેલા?
16..હનુમાનજી ફળ ગળવા ગયા ત્યા રાહુ ડરી કોની પાસે ભાગી ગયા?
17..વાયુદેવ હનુમાનજી ને શું વરદાન આપ્યું ?
18...સુર્ય નારાયણ ભગવાને હનુમાનજી ને શું વરદાન આપ્યું?
19..હનુમાનજી મારૂતિ નંદન કેમ કહેવાયા?
20..હનુમાનજી શંકર સુવન કેમ કહેવાયા?
21..હનુમાનજી કોના કોના પુત્ર કહેવાયા?
21..હનુમાનજી બધાંજ દેવતાઓ ને મદદ કરશે એવું વરદાન કોણે આપ્યું?
22...હનુમાનજી જન્મ્યા પહેલાં કયા દેવ આશીર્વાદ મળ્યા?
23..યમરાજે હનુમાનજીને શું વરદાન આપ્યું?
24...હનુમાનજીનો જન્મ કયા વારે થયેલ?
25..સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી માં કયાં શ્ર્લોક માં હનુમાનજી મંત્ર નો જાપ કરવા લખ્યું છે?
26...હનુમાનજીએ શ્રીઘનશયામ મહારાજ ને કોની પાસે થી છોડાવી લાવ્યા ?
27...હનુમાનજીએ લંકા માં પ્રવેશ કયારે કર્યો? ને સૌથી પ્રથમ સામનો કોનો કર્યો?
28..હનુમાનજી વિભીષણ નુ ઘર જોઈ કેમ ખુબ ખુબ ખુશ થઈ ગયેલ?
29...રાવણ ના મોટાભાઈ નુ શુ નામ હતું ?
30..હનુમાનજીના તન પર શું ચર્ચવા માં આવે છે?
31..હનુમાનજીની જય કેવી રીતે બોલાય છે?
32..હનુમાનજીને કયા ફુલ ની માળા પહેરાવાય છે?
33.હનુમાનજી કોને મારતા નથી?
34..હનુમાનજીને શનિવારે કેમ તેલ ચડાવવા માં આવે છે?
35..હનુમાનજી ના ડાબા પગ માં ઈજા કયા કારણે થઈ?
36..ફકત હનુમાનજી ના પાંચ નામ જણાવો
37..ગુજરાત માં પ્રસિદ્ધ હનુમાનજીનુ મંદિર કયાં છે?
38..સારંગપુર માં હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કોના હસ્તક થયેલ?
બોલો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી🙏🙏
ભૂલચૂક હોય તો ક્ષમા ને પાત્ર છું 🙏🙏શાસ્ત્ર ને આધારે જવાબ આપવા કોશિશ કરજો..અંતમાં હું શાસ્ત્ર ને આધારે શ્રીહનુમાનજી મહારાજ ના ગુણગાન રુપે પ્રત્યુત્તર આપીશ 🙏🙏
જવાબ 1..અંજની ગુફા માં
જ...2..હનુમાનજીની માતા પૂર્વ જન્મ માં ઈન્દ્ર દેવ ની માનીતી અપ્સરા હતા
જ..3..અપ્સરા ને દુર્વાસા ઋષિ ના શ્રાપ ને કારણે..
જ..4...દુર્વાસા ઋષિ એ ..શ્રાપ દીધા પછી પસ્તાવો થવાથી વરદાન આપેલ ધારે તે સ્વરૂપ લઈ શકશે..
જ..5.વાયુદેવ હનુમાનજી જન્મ પહેલા અંજની માતા ને આલિંગન..ભેટયા હતા માટે...(વિસ્તૃત જવાબ મા આ વાત આવશે)
જ..6..સુવન =પુત્ર..અર્થ થાય 🙏🙏(શંકર સુવન..)
જ..7..હનુમાનજી કેશરી નંદન,વાયુ પુત્ર, અને શંકર ભગવાન ના પુત્ર (શંકરભગવાન ના કેમ તે વિસ્તૃત જવાબમાં આવશે)
જ..8.હનુમાનજી સુર્ય ગળી જવાથી ત્રિલોક માં અંધકાર છવાઈ ગયેલ..
જ.9..હનુમાનજીએ ભીમ ના મોટાભાઈ ..અને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ના ભાઈ પણ કહેવાય છે...વિસ્તૃત માં જણાવીશ 🙏🙏
જ.10.બ્રહ્માજી એ વરદાન આપેલ કે કોઈ નું પણ શસ્ત્ર વધ નહી કરે..અને શત્રુ ને ભારે પડશે ને મિત્ર ને સહાય કરી કષ્ટ હરી લેશે..
જ..11..હનુમાનજી શાસ્ત્ર જ્ઞાન અધુરુ ન રહે માટે વિધા પુરી કરવા લગ્ન કરેલ.
જ..12.હનુમાનજીએ લગ્ન સુર્ય નારાયણ ભગવાન ની પુત્રી સાથે કર્યા ને તેનુ નામ સુવર્ચલા હતુ. 🙏🙏
જ..13..લગ્ન વિદ્યા પ્રાપ્ત કરવા જ કરેલ..લગ્ન કરી તરત સુવર્ચલા તપ કરવા જતા રહેલ..🙏🙏
જ..14..હાલમાં આંધ્રપ્રદેશ માં ખમંમં જિલ્લા માં હનુમાનજી અને સુવર્ચલા દેવી ની મૂર્તિ મંદિર માં છે 🙏🙏
જ.15.. હનુમાનજી સૂર
સૂર્યને ફળ સમજી ખાવા ગયા ત્યારે બાજુમાં રાહુ હતા અને રાહુ ભયભીત થઈને ઇન્દ્ર દેવ પાસે ભાગી ગયા..🙏🙏
જ..16..વાયુદેવ વરદાન આપ્યુ કે યશસ્વી, ભક્તિમાન,વીર્યવાન, શક્તિમાન, બુધ્ધિમાન, પરાક્રમી,ઈચ્છા મુજબ કુદવામાં ઉડવા માં સફળ થાશે ગતિમાન..ઈચ્છા મુજબ વિચરણ કરી શકશે. ઈચ્છા મુજબ નાનુ મોટું સ્વરૂપ ધારણ કરી શકશે. ને વાયુદેવ જેટલો વેગ કરી શકશે..(જન્મ પહેલા જ વરદાન મળેલ)🙏🙏
જ..17..સુર્ય નારાયણ ભગવાને વરદાન આપ્યુ કે મારો સો મો ભાગ નુ તેજ ને શાસ્ત્રજ્ઞ માં અને અમર રહેશે..🙏🙏
જ..18. વાયુ દેવ મારુતિ પર્વત પર અંજની માતાને ભેટેલાએટલે મારુતિ નંદન કહેવાયા હનુમાનજી🙏🙏
જ..19..હનુમાનજી શંકર ભગવાનના વીર્યથી જન્મેલા એટલે શંકર સુવન કહેવાય છે સુવન એટલે પુત્ર એટલે શંકર ભગવાનના પુત્ર તરીકે પણ શાસ્ત્રમાં જણાવ્યું છે( શંકર ભગવાનના વીર્ય અંજની માતાના કાન દ્વારા ગર્ભમાં ગયેલ તેથી શંકર પુત્ર એટલે કે શંકર સુવન કહેવાય છે)🙏🙏
જ..20.. હનુમાનજી કેસરી ક્ષેત્ર - પુત્ર .વાયુના ઓરસપુત્ર અને શંકર ભગવાનનું સુવન પુત્ર કહેવાય છે🙏🙏
જ.21.. હનુમાનજી મૂર્છિત થઈ ગયેલા ત્યારે બ્રહ્માજીના સ્પર્શ કરવાથી જાગૃત થયા 🙏🙏
જ. 22. હનુમાનજી બધા જ દેવોને સહાય કરશે એવું બ્રહ્માજીએ વરદાન આપેલ🙏🙏
જ.23.. હનુમાનજીની દાઢીમાં ઇન્દ્ર દેવનું શસ્ત્ર વાગેલું 🙏🙏
જ.24.. હનુમાનજી મંગળવારે જન્મેલા🙏🙏
જ.25. . સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં 85 નંબરના શ્લોકમાં હનુમાનજીના જાપ કરવાનું કહ્યું છે🙏🙏
જ.26... હનુમાનજી ઘનશ્યામ મહારાજને કોટડા નામની રાક્ષસી પાસેથી છોડાવી લઈ આવ્યા હતા🙏🙏
જ..27.. હનુમાનજી એ લંકામાં રાત્રિના સમયે પ્રવેશ કર્યો અને (લન્કીની) લંકી ની નામની રાક્ષસી નો સામનો કર્યો🙏🙏
જ..28.. હનુમાનજી ત્યાં વિભિક્ષણના ઘરના આંગણામાં તુલસીનો ક્યારો હતો તેથી અને ઘરમાં શ્રીરામ રામ નો નાદ સંભળાતું હતો તેથી ખૂબ પ્રસન્ન થઈ ગયા અને ખરેખર હનુમાનજી એ ઉતારો વિભિક્ષણના ઘરે રાખેલો હતો🙏🙏
જ..28.. આંગણામાં તુલસી ક્યારો જોઈને પ્રસન્ન થયા🙏🙏
જ..29. રાવણના રાવણના મોટાભાઈ નું નામ કુબેર છે🙏🙏
જ.30.. હનુમાનજી અંજની દેવી કપાળ પર સિંધુ લગાડતા હતા ત્યારે હનુમાનજીએ પૂછ્યું હનુમાનજી કારણ પૂછ્યું ત્યારે માતાએ પોતાના પતિની આયુષ્ય માટે જણાવ્યું આ સાંભળી હનુમાનજી શ્રીરામ ભગવાન સુરક્ષિત રહે એ માટે પુરા તન પર સિંદૂર ચર્ચવા નું ચાલુ કર્યું🙏🙏
જ..31.. હનુમાનજીનો જયકાર એમ બોલાય છે કે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી🙏🙏
જ.32. હનુમાનજી આકડાની માળા પહેરે છે 🙏🙏
બોલો કષ્ટભંજન દેવ ની જય
જવાબ જરા નંબર આમતેમ થયો હોય તો ક્ષમાને પાત્ર છું..સર્વે જવાબ શાસ્ત્ર ને આધારે છે તે જાણશોજી 🙏🙏
No comments:
Post a Comment