. છાંયડાની ખોજમાં આં
જિંદગી કાઢી નાખી
રોજ નમતી ડાળને
કારણ વિના વાઢી નાખી
તુ ભલે કહે કે આપણા વચ્ચે ઘણી સમાનતા છે
પણ ફરક પણ ફક્ત
એટલો જ કે
તું અંતર રાખે છે ને
હું તને અંતરમાં રાખુ છુ!
મારા જ એકાંતમા હું
એવો મસ્ત છુ.....
ને લોકો સમજે છે
હું કેટલો વ્યસ્ત છું...!!
આંખ એક જ
ભાષા સમજે પ્રેમની....
મળે તો પણ છલકે.....
ન મળે તો પણ છલકે ...
ફરક એ છે... ...મારી ને
તારી લાગણી વચ્ચે ...
હું વરસાવી જાણું...... ...
તુ તરસાવી જાણે..... ...
ન કરશો વૃક્ષ થકી
અળગી કો વેલીને ,
મળ્યો છે માંડ વિસામો
એ પ્રીતઘેલીને.......!!!
લાગણી ને ક્યાં
પાળ હોય છે ,
એ તો ઢળી પડે
જ્યાં ઢાળ હોય છે ...