Friday, October 27, 2023

ભુલાએલા શબ્દો

👉🏻 *આપણા ભુલાએલા શબ્દો યાદ કરવા છે જેમ કે* 👇

ડામશ્યો ( ખાસ રીતે ગોઠવેલ ગાદલા ગોદડાં નો ઢગલો)
મોઢવું (ખાસ રીતે ગોઠવેલા છાણાં નો ઢગલો)
શિપર ( સપાટ પથ્થર )
પાણો ( પથ્થર)
ઢીકો (ફેંટ મારવી)
ઝન્તર (વાજિંત્ર)
વાહર (પવન)
ભોઠું પડવું ( શરમાવું )
હટાણું. ( ખરીદી કરવા જવું )
વતરણું  ( સ્લેટ ની પેન)
નિહાળીયા (વિદ્યાર્થી )
બોધૈણુ ( દૂધ છાશ નું વાસણ )
રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)
નિરણ (પાલતુ પશુ ને ખવડાવાતું ધાસ)
ખાણ ( ઢોર માટે કપાસિયા ખોળ વગેરે)
ખોળ. ( તેલ કાઢ્યાં પછી બિયા નો કુચો)
ખાહડા ( પગરખાં)
બુસ્કોટ ( શર્ટ )
પાટલુન ( પેન્ટ)
ભીસ્કુટ ( બિસ્કીટ )
ફારશયો ( કોમેડિયન )
ફારસ. ( કોમિક )
વન્ડી.  ( દીવાલ )
ઠામડાં ( વાસણ )
લેવકળો ( માગ માગ કરનાર )
ભેરુ (દોસ્ત )
ગાંગરવુ. (બુમાબુમ કરવી)
કાંઠાળો ( હાઈટ વાળો )
ડણક ( સિંહ ની ત્રાડ)
બકાલુ  (શાક ભાજી )
વણોતર ( નોકર)
ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
રાંઢવુ  ( દોરડું )
દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )
પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
અડબાવ  (ખોટું ઉગેલું ઘાસ)
દકતર (સ્કૂલ બેગ)
પેરણ.  (પહેરવેશ ખમીસ)
ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
બાક્સ (માચિસ )
નિહણી ( નિસરણી)
ઢાંઢા ( બળદ )
કોહ (  સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું સાધન)
વેંત ,(તેવડ, ત્રેવડ)
હડી કાઢ (દોડાદોડ,,)
કળી ( ઝીણા ગાઠીયા ) 
મેં પાણી. ( વરસાદ )
વટક વાળવું (બદલો લેવો)
વરહ (વર્ષ,)
બે ખેતર વા ,( દુરી નું એક માપ)
વાડો(ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ)
૧ ગાવ (અંતર)
બાંડિયું(અડધી બાંયનું ખમીસ)
મોર થા ,( આગળ થા)
જિકવું (ફટકારવું)
માંડવી(શીંગ)
અડાળી( રકાબી)
સિસણ્યું (કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું)
દા આવવો (દાવ આપવો -લેવો )
વાંહે (પાછળ)
ઢીસ્કો ( ઠીંગણા)
બૂતાન (બટન)
બટન(  સ્વીચ )
રેઢિયાર (રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું)
શિરામણ..સવારનો નાસ્તો
રોંઢો....સાંજનો નાસ્તો
માંગણ....માંગવા વાળા
વાળું...રાત્રિનું ભોજન
હાથ વગુ... (ગમે ત્યારે કામમાં આવે એવું )
માંચો (ખાટલો) 
વળગણી (કપડાં સૂકવવા ની દોરી) 
પછીત (ઘરની પાછળ ના ભાગની દીવાલ)
ટીમણ.. ( બપોરનું ભોજન)

*કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ*...

▪અમે ફરવા નહીં *રખડવા* જાઈયે,
▪અમે જમીએ નહીં *ખાઈએ*,
▪અમારે ત્યાં વાસણ નહીં *ઠામ* હોય,
▪અમે કપડા નહીં *લુગડા* પેરીયે,
▪અમે ચાલીએ નહીં *હાલીયે*,
▪અમે મગફળી ને *માંડવી* કહીયે,
▪અમે બારણા ને *કમાડ* કહીયે,
▪અમે વરસાદ ને *મેહ* કહીયે,
▪અમે માટલું નહીં *ગોળો* કહીયે,
▪અમે મોટર સાયકલ નહિ 
     *ભટભટીયૂ* કહીયે,
▪અમે ઝુલીએ નહિ *હીચકીયે*,
▪અમારે ધરે ઝૂલો નહીં *ખાટ* હોય,
▪અમારે કાર નહી *ગાડી* હોય,
▪અમે યાત્રા એ નહી *જાત્રા* એ જઈયે,
▪અમારે ત્યાં લગ્ન નહીં *લગન* હોય,
▪અમે સ્કૂલ નહીં *નીહાળે* જઈયે,
▪અમે ખરીદવા નહીં 
     *હટાણુ* કરવા જઈયે,
▪અમે વસ્તુ રીપેર નહીં *હમી* કરાવીયે, 
▪અમે બીમાર નહીં *માંદા* પડીયે,
▪અમારે ત્યાં મેહમાન નહીં *મેમાન* આવે,
▪અમે સ્મશાન યાત્રામાં નહીં 
     *આભડવા* જઈયે,
▪અમે સ્નાન ના કરીએ *નાહીએ*
▪અમે સ્કૂલ મા નહિ 
    *નિહાળ* મા ભણીયે,
▪અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં 
     કેટલા *પૈસા* થયા તેમ પુછીયે,
▪અમને શિક્ષક નહીં *માસ્તર* ભણાવે, 
▪અમે સવારે બ્રેકફાસ્ટ નહીં 
    *શીરામણ* કરીયે,
▪અમે બપોરે લંચ નહીં *બપોરો* કરીયે,
▪અમે બપોર પછી 
      હાઈ ટી નહીં *રોંઢો* કરીયે,
▪અમે સાંજે ડીનર નહીં *વાળુ* કરીયે,
▪અમે સુઈ જાય  નહીં *હુઈ જા*, કહીયે
▪અમે ગીત નહીં *ગાણા* સાંભળીયે,
▪અમે દુર જા નહી *આઘો જા* કહીયે,
▪અમે નજીક નહીં *ઓરો આવ* કહીયે,

*આ તળપદી અને મીઠુડી વાણી અમારી આગવી ઓળખ છે.*

*ભાઈ અમે કાઠીયાવાડી ...*
કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ.