ભૂલી તું જઇશ મારી લાગણીઓને હસતા હસતા;
ને સદાય તું યાદ આવતી રહીશ અમસ્તા અમસ્તા !!
એક અંત જ હમેશા
નવી શરુઆત નોતરે છે.
જે હારતો રહે છે બધે થી
એ જ નવી રાહ શોધે છે..!!
હશે બધું છતા, કશું નહિ હોય,
કદાચ પ્રેમ ની વ્યાખ્યા એથી વધુ નહિ હોય.....
ઉછળતા દરિયા ની જેમ,
ના કરીશ તું મને પ્રેમ,,,
ઓટ આવશે તો...
જીરવાશે કેમ...???
પ્રેમની લડાઈમાં,જેને પ્રેમ વધારે હોયે છે।। એ જ હારી જાય છે
સાચું કહ્યું છે કોઇક કે,
"સમય ની સાથે બધા બદલાય જાય છે.
ભુલ એમની નથી જે બદલાય ગયા છે,
" ભુલ આપડી છે કે આપડે પહેલા જેવાજ
રહી ગયા "
*બુફે* નો જમાનો આવ્યો,,
નથી બેસતી હવે *પંગત*..
*સંગત*માં તો હર કોઈ છે,,
પણ કહેવું કોને *અંગત* ???